જન્મ પછીના પ્રથમ 28 દિવસમાં શિશુની સંપૂર્ણ તપાસ, બ્રેસ્ટફીડિંગ ગાઇડન્સ, જન્ડિસ મોનિટરિંગ અને જરૂરી વેક્સિનેશન.
પ્રીમેચ્યોર બેબીઝ માટે વિશેષ કેર, વજન ટ્રેકિંગ અને ફીડિંગ સપોર્ટ પ્રદાન કરવામાં આવે છે.
પીડિયાટ્રિક વિભાગમાં નવજાત શિશુથી લઈને કિશોરાવસ્થા સુધીના બાળકો માટે સંપૂર્ણ આરોગ્ય સેવા ઉપલબ્ધ છે. રૂટીન હેલ્થ ચેક‑અપ, વેક્સિનેશન, વૃદ્ધિ મોનિટરિંગ, ન્યુટ્રિશન કાઉન્સેલિંગ, સામાન્ય બાળરોગોની સારવાર અને 24×7 ઇમરજન્સી કેર આપવામાં આવે છે. બાળકો અને પેરેન્ટ્સ બન્ને માટે આરામદાયક અને મિત્રભાવી વાતાવરણ સાથે અનુભવી પેડિયાટ્રિશિયન્સ દ્વારા કાળજી લેવાય છે.
બાળકોના સમગ્ર વિકાસ અને આરોગ્ય માટે વહેલી તપાસ, યોગ્ય વેક્સિનેશન, પોષક આહાર અને પેરેન્ટ એજ્યુકેશન અત્યંત મહત્વપૂર્ણ છે. અમારી ટીમ દરેક બાળકના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત કાળજી પ્રદાન કરે છે.